પ્રકુતિ ને આડે મૂકી તું નદી ને આરે ઢોલ વગાડે છે?
કયાંક ખેતર ને તો પૂછ તું કેમ સાવ આમ સૂકાય છે?
બની ને સજ્જન...ડિજીટલ ની હરે ચાલે છે...
કેમ વ્રુક્ષ નો વધ કરી તું તારામાં દુર્જન ને જન્મ આપે છે?
પિયા કર તું બિસ્લેરી ને ભરપુર...
નદી ભલે ને રહે ખાલીખમ...
સ્ટાડરડ બતાવા માં તારું તું તારી પેડી ને જ તરસી રાખી જાય છે...
પ્રકુતિ ને વધાવનાર ખેતપુત્ર નો કયાં તું હાથ જાલે છે?
બની ને લાંચ અધિકારી જંગલ નો...
તું વ્રુક્ષ ખૂની ને જ કુહાડી આપે છે.?
શરમ ને મૂકી માળિયા પર તું કોમલ છોડ પણ કયા છોડતો જાય છે...
નડે છે આ તો મારા આગણા માં...કહી ને એને પણ મરોડતો જાય છે..
કલમ ઝાલી ને પર્યાવરણ દિને એની બસ વાતો લખતો જાય છે...
શું તું વાતાવરણ ના પર્યાય ને આટલું જ મહત્વ આપતો જાય છે..
વિશ્વ પર્યાવરણ દિવસ ની આપ સૌને શુભકામનાઓ