Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શાંતિપૂર્ણ


શાંતિ પુર્ણ
============================
શાંતિ પુર્ણ હોતી જ નથી જ્યાં દુન્યવી અપેક્ષાઓ છે. ઈચ્છા તૃષ્ણા અને દ્રઢ વાસના વાળા મનમાં પુર્ણ શાંતિ અસંભવિત છે. કારણ કે તર્ક વિતર્ક સર્જાયા કરે છે મનમાં, કાલ્પનિક મનોરથો જીવ સેવ્યા કરે છે. પરિણામે અહીં મળતી શાંતિ એ કામચલાઉ છે. શાશ્વત શાંતિ નથી.

માનવ જીવન માં સમૃદ્ધિ સુખ શાંતિ હોય તોજ જીવન જીવવાની મજા પડે , કોઈ જડીબુટ્ટી એવી મળી જાય કે શાંતિ અકબંધ રહે , શું ખરેખર આ શક્ય છે ? શાશ્વત શાંતિ મેળવવા શું કરવું જોઈએ?

જ્યાં સુધી તમે વ્યવહારમાં છો, એટલે કે શરીર મન બુદ્ધિ ચિત્ત અને ઈન્દ્રિયો દ્વારા બહિર્મુખી વૃત્તિમાં જીવન જીવો છો ત્યાં સુધી કાયમી શાંતિ મળશે નહીં. એ શાતિ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે જોડીને મળતી હોવાથી , જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી શાંતિ ટકી રહે. કારણ કે સંસાર માં વિષમતા છે.

સાચી શાંતિ મેળવવા મન ને સમતા માં રાખવું પડે.
ગીતા ના ઉપદેશમાં શ્રીકૃષ્ણ કહે છે, સમત્વમ્ યોગ ઉચ્યતે , જેમણે પોતાના મનની સમતા પામી લીધી છે, તેમને જ શાશ્વત શાંતિ ની અનુભૂતિ થાય છે

જ્યાં સુધી અંતઃકરણમાં કર્તાપણું છે,ભોક્તા પણું સ્વભાવિક છે અહંકાર મોજુદ છે ત્યાં સુધી મનો વેપાર બાહ્ય જગતમાં હોય છે , તેથી અશાંત હોવું સ્વભાવિક છે, પરંતુ કાચબો જેમ પોતાની ઈન્દ્રિયો ભય જોતાં સંકેલી લે. તેમ પોતાની ઈન્દ્રિયો
વિષયો માંથી ખેંચી લઈએ ત્યારે મન વૃત્તિ વિહિનતા પામે ,મન વિચાર શૂન્ય થઇ જાય અને મન નો લય થતાં સહજ શાંતિ પ્રાપ્ત થાય છે.આ સિવાય પુર્ણ શાંતિ પામવા નો કોઈ માર્ગ નથી.

માટે જેને પુર્ણ શાંતિ જોઈએ છે , તેમણે ઈન્દ્રિયો નો નિગ્રહ યોગ, ભક્તિ પ્રાણાયામ કે આત્મ વિચાર દ્વારા યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવો જોઈએ.

ૐ શાંતિ ૐ આનંદ ૐ આનંદ ૐ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111461596
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now