શાંતિપૂર્ણ જીવન જીવવા માનવી કંઇ કેટલાય પ્રયત્નો કરે છે. છતાં પણ અશાંત જ રહે છે. કારણ કે એની લાલસાઓ વધતી જ જાય છે, ક્યારેક પોતાની રીતે તો ક્યારેક બીજાની અદેખાઈ કરીને. જયાં સુધી માનવીને પોતાની પાસે રહેલી વસ્તુઓથી સંતોષ થતો ન થાય ત્યાં સુધી એ ક્યારેય શાંતિપૂર્ણ રીતે જીવી જ ન શકે. જરૂર બે રોટલાની હોય છે તે છતા તેનાં પરના માખણ જામ માટે અશાંતિ ફેલાતી જાય છે.
અકબર બીરબલની એક વાર્તા યાદ આવે છે. એક વાર એક વ્યક્તિ પોતાના ઘરથી નાખુશ હતો. ખૂબ નાનું છે એમ વિચારીને દુઃખી રહેતો હતો. જઈને બીરબલને મળ્યો અને સમસ્યાનું સમાધાન માગ્યું. બીરબલે મદદ કરવાનું વચન આપ્યું. બીજા દિવસે બીરબલ પોતાના અને આજુબાજુના કુટુંબને લઈને એ વ્યક્તિનાં ઘરે રહેવા પહોચી ગયા અને કહ્યું કે અમે અહીં એક મહિનો રહીશું. પેલા વ્યક્તિને વધુ ગુસ્સો આવ્યો પણ કંઇ કરી શકે એમ ન હતો. એક અઠવાડિયા પછી બીરબલે કહ્યું કે હવે અમે બધા જઈએ છીએ. એઓ જતા રહ્યા પછી એ માણસને પોતાનુ ઘર મોટું લાગવા માંડ્યું. આમ સમસ્યાનું સમાધાન થઈ ગયું અને એ શાંતિપૂર્ણ રહેવા લાગ્યો એ જ નાના પણ મોટા થઈ ગયેલાં ઘરમાં.
શાંતિપૂર્ણ જીવન જીવવા માટે વધુ કંઇ જરુર હોતી નથી, માત્ર સંતોષ જરુરી છે.
#શાંતિપૂર્ણ