Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક વધુ પડતા વિવેકી હોવું એ પણ નુકસાનકારક છે. લોકો ગેરલાભ ઉઠાવવા તૈયાર જ હોય છે. ઘણી વાર અનુભવ્યું છે કે વિવેકી બનીને સોંપવામાં આવેલ કામની હા જ પાડતા રહીએ ને તો આપણાં કામ પૂરા થતા જ નથી અને બીજા બેઠા બેઠા ટાઈમ પાસ જ કરતા હોય છે અને તે છતાં પણ આપણી ગણતરી તો મજૂર તરીકે જ થાય છે.
વિવેકી હોવું ખોટું નથી. હોવું જ જોઈએ, પરંતુ ક્યારે વિવેકીપણું બાજુ પર મૂકવું જોઈએ એટલી સભાનતા તો રાખવી જ રહી. કોઈ કામ માટે આપણું મન ન માનતું હોય તો સ્પષ્ટ શબ્દોમાં ના પાડતા પણ આવડવું જોઈએ.
ઘણી વાર વિવેકી બનતા બનતા થાકી જવાય છે, કેટલા બધાને મનાવવા પડે છે, કેટલું બધું જતું કરવું પડે છે અને મનને મારવુ પડે છે. ક્યારેક તો મન થાય છે કે આના કરતાં તો દુષ્ટ હોવું સારુ. કમ સે કમ પોતે તો દુઃખી ન થઈએ. પણ આદત જ સારા થવાની પડી છે એટલે હજી પણ વિવેકી જ બની રહેવું પડે છે.
#વિવેકી

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111461266
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now