#મરી_પડી_માનવતા .
કેરળમાં એક પ્રેગનેટ હાથણીની કોઈ ટીખળખોર લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવી.
માણસાઈ ક્યાં જઈ રહી છે ? શું ચાલી રહ્યું છે કઈ સમજાતું જ નથી.
હાથણી ની ભૂલ એ હતી કે તેને માણસ પર ભરોસો કર્યો.
પણ એ બિચારીને ક્યાં ખબર હતી કે આ દુનિયાનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી માણસ છે. 😡
જુઓ તો ખરા કે તે બિચારીને અનાનસ( પાઈનેપલ) મા ફટાકડાનો બારુદ ભરીને ખવરાવ્યુ.અને એના મોઢામાં જ વિસ્ફોટ થયો. એ બિચારી ૩ દિવસ પાણીમાં રહી રાહત મેળવવા માટે. (આવી જ કઈક હોનારત તેમની સાથે થઈ હોત તો શું તે સહન કરી શકે 😡 )
જેવી રીતે એ બિચારી તડપી હશે એમ જ આવા લોકોને તડપાવવા જોઈએ.આવા લોકોને આવી જ સજા મળવી જોઈએ. એ મૂંગી હતી, ગર્ભવતી હતી અને ભૂખી પણ હતી.😭
ગુસ્સો આવે છે પણ ક્યાં કાઢવો ? આવા સાયકો લોકોનું શું કરવું ? કલંક છે કલંક.
મને ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવે છે કે
#વિશાળ_જગ_વિસ્તારે_નથી_એક_માનવી_પશુ_છે_પક્ષી_છે_વનોની_છે_વનસ્પતિ .
પ્રશ્ન એ છે કે આપડે પૃથ્વી પર હક જમાવી દીધો છે. કુદરત ને આપડે અવગણી છે અને એ સમય દૂર નથી કે કુદરત હવે આપડને અવગણે.(કોરોનાનો દાખલો સામે છે)
લાયકાત વગરનું પ્રાણી એટલે માણસ. કેટલી વિકૃતિ માણસમાં રહેલી છે એ જોઈને આશ્ચર્ય સાથે ગુસ્સો આવે છે. વધારે પડતી બુદ્ધિ એ બેધારી તલવાર છે.
માનવતા આજે ફરીથી શર્મશાર થઈ.
ભગવાન એના આત્મા ને શાંતિ સાથે માણસને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના.🙏
#હે_ભગવાન .
અંતમાં તો એટલું જ કહીશ કે...#હું_માનવી_માનવ_થાઉં_તો_ઘણું .
🙏