*મહાભારતમાં થી શિખવા જેવું*
સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો- *કૌરવો*
તમે ગમે તેવા બલવાન હોય પણ તમે અધર્મ નો સાથ આપશો તો તમારી શક્તિ-સંપત્તી, અસ્ત્ર -શસ્ત્ર, વિધા, વરદાન નકામાં
થઈ જશે- *કર્ણ*
સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- *અષ્વત્થામા*
ક્યારેય કોઈને વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે- *ભીષ્મપિતા*
શક્તિ-સત્તાનો દુરુપયોગ સર્વનાશ નોતરે છે- *દુર્યોધન*
અંધ (સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, કામાન્ધ) વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ન સોંપાવુ જોઈએ નહી તો અનર્થ થશે -
*ધ્રુતરાષ્ટ્ર*
વિધ્યા ની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો - *અર્જુન*
બધા સમયે-બધી બાબતોમાં કપટ/કુટનીતી માં તમે સફળ નહીં થાવ- *શકુનિ*
જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે-
*યુધિષ્ઠિર*
🙏धर्मो रक्षति रक्षित:ॐ🙏