ક્યારેક એકલા લડી લેવું ને,
ક્યારેક એકલા રડી પણ લેવું.
તું જ તારો સાથ છે ને, તું જ તારી વાટ છે.
જે કંઈ પણ કરવું, એ તારે જ કરી લેવું,
બસ એકલા લડી લેવું.
તારા સપના તારા છે ને, રસ્તાઓ પણ સારા છે.
કયા રસ્તે જવું, એ તારે નક્કી કરી લેવું,
બસ એકલા જ લડી લેવું.
મંઝિલ તારી દૂર છે ને, ત્યાં જવું જરૂર છે.
સપનાઓ ના પોટલા સાથે રખડી પણ લેવું,
બસ એકલા જ લડી લેવું.
લક્ષ્ય તારું નેક છે ને, મુશ્કેલીઓ અનેક છે.
નિષ્ફળતાના કંટક પાસે કંઇક પણ શિખી લેવું,
બસ એકલા જ લડી લેવું.
પ્રયત્નો અનેક છે ને, લક્ષ્ય તારું એક છે.
સફળતા નો "શિલ્પી" જાતે જ બની લેવું,
બસ એકલા જ લડી લેવું.
-Khushboo
26/07/2017