#વિવેકી #
તારી સામે વિવેકી બનતો હું,
આજે સાચ્ચે તારાં પ્રેમમાં પાગલ થયો છું હું,
તને મળવાના દરરોજ નવા બહાના શોધતો હું,
તને મન ભરી ને નિહાળવા છતાં અધૂરો રહેતો હું,
તારી સાથે ના પરિચય ને છુપાવતો હું,
તારાં પ્રેમનો શિકાર થવા ઈચ્છતો હું,
તારાં હળવા સ્મિત માં કાયમ ડૂબતો હું,
તારી આંખો માં કાયમ છલકાતો હું,
તારી સાથે જીવન જીવવાના સપના સજાવતો હું,
ક્યારેક તારાં વિરહ માં આસું વહાવતો હું,
તારી સામે વિવેકી બનતો હું......,
સઘળી વાતો રાખી મનમાં જે કહેવા ઈચ્છતો હું,
આજે હિંમત કરી તો તારો ગુનેગાર થયો હું,
તારી યાદો સાથે જીવન વિતાવતો હું,
ચહેરા પર કાયમ સ્મિત લાવી ને મન ની પીડા ને ઢાંકતો હું,
તારી સામે વિવેકી બનતો હું,
આજે તારાં વગર જીવતા શીખ્યો છું હું..
✍️dr. priyavijay gorasiya