મુજ હૈયાને સમજી શકે ક્યાં મળે એવા આપણાં,
જામ છે ભીતર બર્ફીલુ દર્દ ઠારે જો કોઈ તાપણાં.
રોજ તો સુતા મખમલી ઓઢી કુણા કુણા ઢાબરા,
આજતો કોઈ આવી ઓઢાળે મુજ મડદાં પર ખાપણા.
જે હતી તે વેચી ખુશીયો સાવ મફતના ભાવમાં,
આજ ખરીદવા રાજી ના કોઈ મુજ દર્દના ભારણા.
ઈશ્વર તારી બધી કસોટી પાર કરી મેં હસતા હસતા,
આજ આવ્યો ઋણ ચૂકવવા કેમ ના ઉઘાડે બારણાં.
કંકણ આપી કંકણ લીધી,લીધી મેં ધૂળ રાખી શ્રદ્ધા,
જો હું આપવા આવ્યો મોતી સહુ ગળાવે ચારણા.
હોય પારકા કે પોતાના,રાખ્યા સૌને હૈયે સરખા,
તેમ છતાં પણ રાખે હૈયે મુજ દુસમનની ધારણા.
શાયદ હુંતો સંબંધ નામે હોઈશ પનોતીનું"પ્રતીક"
એથી મારો આત્મ આજે લેતો મોતના સંભારણા.
Dp,"પ્રતીક"