આજે માણસ જાણે તેનો વિવેક ભૂલ્યો,
માનવની માનવતાને નેવે મૂકી,
પોતાનાં તમામ સંસ્કારો ભૂલ્યો!!
અબોલ જીવે માગ્યું ભોજન,
તો નિર્દયતાથી તેને મોતને ઘાટ ઉતારી,
માણસ જાણે એક રાક્ષસ બન્યો!!
એકસાથે બે માસૂમ જીવ ની,
ક્રુરતાથી કરી હત્યા,
માણસ આજે એક હત્યારો બન્યો!!
#વિવેકી