ભૂખી હતી એ
ખાવાનું શોધતી હતી એ
મળ્યું એક અનાનાસ તો
મોં ખોલી ખાઈ લીધું એને
થોડીવાર પછી ખબર પડી એને
ત્યાં તો ફટાકડા ઓ થી
મોં એનું દાજી ગયું હવે
ન કરી કોઈ પર ગુસ્સો એતો
તળાવ તરફ ચાલી ગઈ હવે
મોં ની પીડા શાંત કરવા
બીજું કઈ ન સુજ્યું એને
થોડીવાર બાદ એને પોતાના
ગર્ભ માં રહેલ બાળક યાદ આવ્યું હશે
એ લાચાર બની તળાવ વચ્ચે જ
ઉભી રહી ગઈ હવે એને તો
મળી ગઈ મુક્તિ પીડા ઓ થી હવે
પણ માનવી ની માનવતા શું??
મરી ગઈ છે હવે ???
બસ એ જ એક પ્રશ્ન બધાને એ
કરતી ગઈ હવે... એ કરતી ગઈ હવે??
હેતલ. જોષી....