અહીં વાણી ને વિવેક ક્યાં સમજાય છે,
ખોટા ડોળ થી જ દુનિયા અંજાય છે...
ક્યારેક આંસું પણ પાણી ની જેમ વહી જાય છે,
તો ક્યારેક મૌન માં પણ ઘણુંજ સમાય જાય છે.
ક્યારેક નામ વગર ના સંબંધો માં લાગણી દેખાય છે,
કહ્યા હતા પોતાના તે જ દદૅ આપી ને જાય છે.
અહીં ડગલે ને પગલે ખોટો દેખાવ થાય છે,
વાત તો બધા જ વિવેક થી કરી જાય છે.
સાચું કહેનારા અહીં ઓછા સમજાય છે,
ચહેરા પાછળ છુપાઈ લો ચહેરો ક્યાં દેખાય છે.
વિવેક કરવામાં ક્યાં પૈસા અહીં થાય છે,
તેમ છતાં પણ ક્યારેક સારું વતૅન કરતા પણ અછકાય છે.
✍️ Aradhya ba