વિવેક એટલે શું અને વિવેક કોને કહેવાય.
તેનો આપણને અનુભવ છે અને આપણે જાણીએ પણ છીએ.
તો પણ અહીં તેને વિસ્ત્રુત રીતે અર્થ ઘટન કરી
સમજવાની કોશિશ કરીએ તો કદાચ વાંચવુ ગમશે.
માનવીના દિલ અને દિમાગ માંથી ઉત્પન થતી
હકારાત્મક લાગણીઓનો સ્વિકાર કરવો એટલે વિવેક.
જે લાગણી સાર અસારનો અર્થભેદ કરી
માત્ર સારનો અનુભવ કરાવી શકે તેનુ નામ વિવેક.
જ્યારે માનવી હકારાત્મક વલણ અખત્યાર કરે,
અને પરીણામે થતી ક્રીયા કે પ્રતીક્રીયા એટલે વિવેક.
કોઈપણ સ્થીતીમા માનવી જ્યારે આનન્દની લાગણી વ્યક્ત કરે
કે હર્ષ અનુભવે ત્યારે તે વિવેકની તદ્દન નજીક હોય છે.
અને આવી સ્થીતીમા જ્યારે માન કે આદર ઉમેરાઈ જાયતો તેને કહેવાય વિવેક.
વિવેક એ માનવ પ્રતિભાનુ સારુ અને જમા પાસુ કહેવાય છે.
વિવેક માનવી માટેનુ આભુષણ ગણાય છે.
વિવેક માનવીના ઘણા બધા કાર્યોમા મહત્વની ભુમિકા ભજવી શકે છે
કેમ કે તે ઓછી મહેનતે કાર્યો પાર પાડી શકે છે.
વિવેક વ્રુત્તીનો જ્યારે જ્ઞાન સાથે જોડાણ થાય છે
ત્યારે જન્મ લે છે અપણી વિવેકબુધ્ધી.
માનવી પોતે કેળવેલી વિવેક બુધ્ધીનો સદ ઉપયોગ કરે છે
ત્યારે તેને કેટલીક સફળતાઓ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે.
વિવેક અને બુધ્ધીનુ આ સંયોજન કેટલીક મુશ્કેલીઓમા
બહુજ અસરકારક રીતે કામયાબ નીવડે છે.
આપણી વિવેકબુધ્ધીને વિકસાવીએ અને મજબુત રાખીએ.
ટુંક મા મારી ભાષા મા કવ તો તમે ગમે તેવા બુદ્ધિશાળી હોવ, શક્તિશાળી હોવ પણ તમારા મા વિવેક ના હોય તો અે બધુ નિરથૅક છે.
કિશોર, શ્રીમાળી URF, ( guru)
#વિવેકી