તમે વિવેકી નથી આકાશ,
આમ ભરઊંગમાં પાણીના છાંટા કરાય?
કાળજાડ ગર્મીમાં રાહતનો શ્વાસ લેવા એમને અગાસી પર સૂતા કર્યા,
માંડ થાકીપાકીને ઊંગ્યા હતા ત્યાં સફળા જગાડી વરસાદ કર્યા,
તમે વિવેકી નથી આકાશ,
આમ ભરઊંગમાં પાણીના છાંટા કરાય?
આભમાં ટમ ટમ ચમકતા તારલા બતાવી અણધાર્યા વાદળ કર્યા,
માંડ અધૂરું સ્વપ્ન પૂર્ણ થાય ત્યાં તમે સ્વપ્ન પર પાણીના છાંટા કર્યા.
તમે વિવેકી નથી આકાશ,
આમ ભરઊંગમાં પાણીના છાંટા કરાય?
#વિવેકી