#વિવેકી
ખૂબ મેલાઘેલા કપડાંમાં આવેલા કનુભાઈ. જૂની ઓળખાણ હતી વિપ્લવને કનુભાઈ સાથે. કારખાનામાં કામ કરીને સીધા વિપ્લવના ઘરે આવેલા. જ્યારે પોતાની દિકરીના કરિયાવર માટે એમને પૈસાની જરૂર હતી. ત્યારે વિપ્લવે દસ હજાર રૂપિયાની મદદ કરેલી. એ રૂપિયા પાછા આપવા આવેલા. જ્યારે કનુભાઈનો ફોન આવેલો કે તે રૂપિયા આપવા આવે છે, ત્યારે વિપ્લવે પત્ની વિનંતીને ચા પાણીનો વિવેક કરવાની કંઈ જરૂર નથી એવું કહી રાખેલું. પોતાની હરોળના લોકોને ખોટે ખોટી પાર્ટીઓ આપવી અને સીધા-સાદા લોકોની કંઈ કિંમત ન કરવી એ વિનંતીથી સહન ન થયું. કોની સાથે કેવી રીતે અને કેટલું વિવેકી બનવું એ વિનંતી બરાબર જાણતી હતી. એણે કનુભાઈનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું અને ચા નાસ્તો કરાવીને જ રવાના કર્યા.