Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિવેકી

===========================

વિવેક એ વાણી વર્તન નું આભૂષણ છે, ગમે તેટલો સુંદર દેખાવડો ચહેરો હોય , ધનવાન હોય પરંતુ જો બોલ ચાલ માં વિવેક ના હોય અંને ડહાપણ નમ્રતા ના હોય એવા
જીવતર નું કોઈ મૂલ્યનથી.

વિવેકી જનો ની વાણી નિર્મળ આનંદમય હોય છે.સાર અને અસાર શું છે , ક્યાં કેવી રીતે કેવો વ્યવહાર કરવો
એવો માનસિક અને શારીરિક સામંજસ્ય કેળવાય એવો
અભ્યાસ હોય છે. એવા વિવેકી ને વિદ્યા અને ધન ની
પ્રાપ્તિ થાય છે. તેથી જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ પામે છે

પરંતુ ગુણવત્તા પ્રમાણે જેમની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે
જેમના માં અહંકાર વશ હું જ મહાન છું એમ સમજી ને
ઉદ્ધત વર્તન કરે છે, પછી એનું મિત્ર વર્તુળ ઓછું થાય છે
લોકો પીઠ પાછળ એની ટીકા કરે છે અને એનો ત્યાગ કરે છે, પરિણામે વ્યક્તિ એકલો પડી જાય છે , સુઝબુઝ કોઈ નાંખે છે, તેને વિદ્યા નથી મળતી કે જ્ઞાન મળતું નથી, એટલે
સુખ શાંતિ સમૃદ્ધિ ક્યાં થી મળે?

માટે માનવ જીવન અમૂલ્ય છે, સદગુણો નો ભંડાર છે. અહીં આપણે મુસાફર તરીકે આવ્યા છીએ અને એક દિવસ બધું છોડીને જવાનું છે જ એટલે ડાહ્યો માણસ
હંમેશા વિવેકશીલ હોય છે, એની સમજણ અને વ્યવહારમાં વિવેક ભળવાથી જીવન દિવ્યતા પ્રાપ્ત કરી ને
આનંદ મય જીવન જીવી જાણે છે.

સદગુણો નું ઉપાર્જન આને દુર્ગુણો નું વિસર્જન કરવાથી
વિવેક ખીલી ઉઠે મહેંકી ઉઠે અને વાણી વર્તન વ્યવહારમાં
માન સન્માન પુરસ્કાર મળે. આમ વિવેકી જનો ખુશનુમા વાતાવરણ માં મજા માણી જીવન નો સાચો આનંદ અને
પ્રેમ ભોગવે છે.

====={}🤣🤣🤣°====🤣🤣🤣====







વેવેકી શેકી નેકી

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111460238
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now