જોગીંગ....!!
સવારે વહેલા ઉઠવું, પક્ષીઓના મીઠા કલરવ અને શીતળ પવન અને મીઠી ખુશનુમા હવા સાથે તાલમેલ સાધી સવારની એ મીઠી પળો વિતાવવી એ એક લ્હાવો છે. અને એમાં પણ જો આપણને ગમતા સાથીનો સાથ હોય તો પછી તો પૂછવું જ શું...!!
સવારની આ પળો વધારે આહલાદક બની જાય છે.
અને આ તાલમેલ જિંદગીના તાલમેલ સાથે જોડાઈને એક મજેદાર જિંદગી બની રહે છે.
રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર
બળ, બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર....
આ કહેવત આપણે વર્ષોથી સાંભળતાં આવ્યા છીએ. જે આપણને વડીલો ધ્વારા અપાયેલી એક શીખ છે.
વડીલો ધ્વારા વારસામાં આપણને ધન-દોલત, રૂપિયા- પૈસા બધુંજ મળે છે. પણ શરીરનું સુખ આપણે જાતે જ મેળવવું પડે છે.
સવારના જોગીંગ ધ્વારા મેળવાયેલી શક્તિ, શરીરમાં એક ગજબની તાકાત અને સ્ફૂર્તિ ભરી દે છે. જે માણસને વૃદ્ધ થવા દેતી નથી. અને દિવસ દરમ્યાન માણસ ડબલ પાવર સાથે કામ કરી શકે છે.
આમ સાચા અર્થમાં કહીએ તો જોગીંગ ઇઝ ધ બેસ્ટ એક્સસાઇઝ....
- જસ્મીન