સંસ્કારમાં
હોય છે, દેખાડવા
વિવેક થાય!
***********
વિવેક આમ
સંસ્કાર ની વાત,
દેખાવ કરે!
**********
પ્રેકટિકલ
વિવેકી છું ,લાભમાં
નમી પડુ છું!
**********
જન્મજાત
વિવેક માનવમાં
જોયો કયાંય?
************
ગરીબ બહુ
વિવેકી હોય તેવું
લોકો કહે છે!
************
સાવ અજાણ
વિવેક થી બિચારા
રૂપિયા વાળા!
************
લાભ માટે જ
જન્મે છે વિવેક
માનવ મહીં!
#વિવેકી