તમે એક પેપર પર બે ટપકા દોરો છો અને ભૂરાને બતાવો છો.
ભૂરો: આ વાદળી ટપકું કેમ કર્યું?
તમે બીજા ચાર આકાર ત્યાં દોરો છો અને વાદળી ટપકાને વચોવચ સરસ રીતે સમાવી લો છો અને ફરી ભુરાને બતાવો છો.
ભૂરો: આ વાદળી ટપકું કેમ કર્યું?
હવે તમે બીજી થોડી રેખાઓ ખેંચી કાઢો છો અને વાદળી ટપકાંને આકાશમાંથી પડતાં વરસાદની એક બુંદની જગ્યાએ ગોઠવી દો છો. ભૂરાને બતાવો છો.
ભૂરો: આ વાદળી ટપકું કેમ કર્યું?
તમને હવે થોડો ગુસ્સો આવી જાય છે અને તમે વાદળીની ઉપર કાળું ટપકું કરી એને ઢાંકી દો છો.
ભૂરો: આ વાદળી ટપકું કેમ કર્યું?
હવે તમને વધારે ગુસ્સો આવે છે અને આખા ચિત્ર ઉપર કાળા રંગનો કૂચડો ફેરવી મોટું કાળું વાદળું બનાવી દો છો.
ભૂરો: વાદળી ટપકું?
તમને ખરેખર કંટાળો આવે છે અને તમે કાગળ ફાડવા જ જતા હતા કે તમારી નજર ભૂરાના ચહેરા ઉપર જાય છે અને તમે હસવા લાગો છો...
વાદળી ટપકું ભૂરાના ચશ્માના ગ્લાસ ઉપર ચોંટેલું હતું!
(હસવાનું બંધ કરો અને તમારા ચશ્મા ચેક કરો...કોઈ ટપકું ત્યાં તો નથી ને?)
- નિયતી કાપડિયા