Gujarati Quote in Story by Firdos Bamji

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુશોભનના રંગ

દિવાળીનું પર્વ નજીક હતું. એક દિવસ પછી વેકેશનની શરૂઆત થવાની હતી. આમ જોવા જાઓ તો સત્રનો છેલ્લો દિવસ હતો. પછી તો શાળામાં પણ સન્નાટો. નાના ભૂલકાઓની હાજરી પાંખી હતી તો શિક્ષક પણ ભણાવવાના મૂડમાં ન હતા... છુટ્ટીનો ઘંટ પડવામાં થોડી વાર હતી..

"બોલો છોકરાઓ દિવાળીના વેકેશનમાં શું કરશો? "

"ફટાકડા ફોડીશુ, મજા કરશું "
"નવા નવા કપડાં પહેરવાના મળશે "
" સારું સારું ખાવાનું, મીઠાઈ પણ મળશે "

શિક્ષકે કહ્યું " સરસ, ચાલુ રાખો "

"મોબાઈલમાં ગેમ રમવાની મજા પડી જશે "
"અમે તો સાપુતારા ફરવા જશું "
"મને તો પપ્પા નવી સાઇકલ અપાવાના છે "
"રોજ પાણીપુરી ખાશું, મજા આવી જશે "
"તારક મહેતાની સીરીઅલ જોશું "

શિક્ષકે વેરી ગુડ કહી વાત આગળ ચલાવી. નાની નાની છોકરીઓનું પણ ગ્રુપ હતું ત્યાં જઈ પુછયુ
"બોલો તમે લોકો શું કરશો? "

"ઘરને સુશોભિત કરશું, સાફ સફાઈ કરીશું "
"દિવા સળગાવીશું, ઝબકતી લાઈટ મુક્શું "
"મમ્મી સાથે પાણી ભરીશ "
"આસોપાલવના તોરણ લટકાવશું "
"અમે તો મામાના ઘરે જવાના છે "
"દિવાળીનું લેસન પહેલા કરી દઈશ, પછી મજા"

"અમે તો સાથિયા પૂરીશું "....
શિક્ષકે કહ્યું " સરસ, હવે મને કહો તમને કયો રંગ ગમે "
લાલ, ગુલાબી, ભૂરો, લીલો, કેસરી, સફેદ, પીળો એક પછી એક, મોટા ભાગના રંગનો વારો આવી ગયો. એટલામાં જ વર્ગની સૌથી નાની છોકરી બોલી " મને તો મારી મમ્મીનો રંગ ગમે "...

છુટ્ટીનો બેલ પડી ગયો. સૌ વિખરાવા મંડ્યા. લાગ્યું મમ્મીના રંગ સામે બધા રંગ ફિક્કા થઈ ગયા "

સુશોભનમાં મમ્મીનો રંગ ઉમેરાઈ ગયો.

(તમે કાંઈ જાણો છો તે વિશે? )

#સુશોભન

Gujarati Story by Firdos Bamji : 111459562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now