કયા શબ્દોથી કરું હું તારું સુશોભન
હું છું વનરાઈ અને
તું આખું વન છે
હું છું ફક્ત એક લહેર
જ્યારે તું પવન છે
બધા માટે કદાચ સામાન્ય હોઈશ
પણ મારુ તો જીવન છે
હું તેનું પ્રતિબિંબ છું અને તે મારો આભાસ છે
તેની યાદો ફરિયાદો હંમેશા મારી આસપાસ છે
નાની વાતો પર ઝઘડો કરી લે છે મારી સાથે
અને કહે છે કે તે હતાશ છે
છતાં પણ મારા માટે એ ખાસ છે
કેમકે આજે પણ એને દુનિયાની વાતો કરતા મારા પર વિશ્વાસ છે
#સુશોભન