"નફરત છે મને એવી સ્ત્રી ઓ થી જે સાજ સજાવટ કરી પોતાની જાત ને સુશોભન ના પર્યાય તરીકે રજૂ કરી તેનો ખોટો ફાયદો ઉઠાવે છે "ફોન મા વાત કરતા કરતા માનવે ઘર મા પ્રવેશ કર્યો અને પત્ની શર્મિલા ને કહ્યુ "આવતી કાલે સાંજે મે ઓફિસ ના ત્રણ ઉપરી અધિકારીને ઘરે જમવા બોલાવ્યા છે. તુ રસોઈ થાય એટલી જ કરી બાકી નુ કોઈ સારી હોટલ માથી મંગાવી લેજે પણ તૈયાર ખૂબ સરસ થજે જો જે પાછી સાડી પહેરીને ગંગૂબાઈ ના થતી. હું લાવ્યો છું તે કપડા જ પહેરજ અને હા થોડી બ્રોડમાઈન્ડ થા કોઇ તારા ખભા કે કમર ને અડે તો તારો કોઇ ગરાસ નથી લૂંટાઈ જવાનો પણ મારા પ્રમોશન ના ચાન્સ ચોક્કસ વધી જશે"અને માનવ પાછો પાન ના ગલ્લે ચાલ્યો ગયો. શર્મિલા અંદર રૂમ મા જઇ ભીની આંખે માનવે લાવેલ વિચાર્યા કરતા વધારે ટૂંકુ અને વધુ પડતા નીચા ગળા નુ ચપોચપ ફીટ થાય એવુ વનપીસ જોઇ રહી!!
#સુશોભન