એકવાર પોતાની જાતને પ્રશ્ન કરો, હું માનવી ખરો?
પરંતુ, માનવતા કેટલી છે આ જગતમાં?
જો આત્મા એ જ પરમાત્મા છે એવું સમજુ છું હું,
તો આત્મીયતા કેટલી છે આ જગતમાં?
પ્રેમથી આ દુનિયા જીતી શકાય છે એવું કહે છે લોકો,
તો, પ્રેમાળ કોણ છે આ જગતમાં?
વિશ્વાસ પર દુનિયા કાયમ છે એવું માનું છું હું,
તો વિશ્વાસુ કેટલા છે આ જગતમાં?
અસત્યનો નાશ થઇ સત્ય વિજયી થાય સાચી વાત,
પણ, સત્યવાદી કેટલા છે આ જગતમાં?
બધાને સુખી થવું છે પોતે જ અહીં,
પણ, બીજાનું સુખ જોનારા કેટલા છે આ જગતમાં?