##### શુસોભન #####
તમે આવ્યા ને શણગાર્યો મારા સ્વપ્ના નો દેશ,
હૈયામાં કોરાણા જાણે રંગો અનેક રે...
ખિલી ઉઠ્યું જાણે આજે મારું મનડું ઉદાસ,
ઉડી ને આવ્યું જાણે મારા ચહેરા નું નૂર રે.....
થનગનતા હૈયામાં જાણે આજે શોભા અપાર,
મારા ઓરતા રંગો માં જાણે રંગ પુર્યા હજાર રે.....
ક્યાંથી આવ્યો આજે આટલો ઉલ્લાસ ,
જાણે સુના હૈયામાં આજે આવી હામ અપાર રે...
શુસોભીત થયું મારૂં આંગણું ને દ્વાર આજ,
આજે તેના આવવા ના પગરવ સંભળાય રે.....
✍️ Aradhya ba