મને મારામા સતત કઇક નડયા કરે છે
શોધવાને નડતર જીવ લલચાયા કરે છે
વસ્તી એ અકળામણ એકાંતે અડખામણી
મને ભીતર કઈક કોચલુ કનડયા કરે છે
શાતી ઉપરછલ્લી હાસ્ય ચહેરા પુરતુ
નિજાનંદ ની શોધ બહાર થયા કરે છે
જ્ઞાનની સમજ પુરતી સમજદારી ક્ષણીક
નાસમજ હદય બસ ખુદને કોસયા કરે છે
સલહા ને ઊપાયોની બધી એ ઝંઝટ અજમાવી
જડમૂળથી નડતર ઝરણુ તોયે વ્હયા જ કરે છે
ભીતરનો આક્રોશ હવે ભીતર જ શોધુ ઉપાય
મારુ અસ્તિતવ સતત કઈ કેમ સહયા કરે છે ?