જોને આ બધું પળવારમાં વહી જશે,
જીવનુંય શું એ તો પળવારમા ઉડી જશે.
હતો પ્રસરેલો માન,મોભો જગ આખામાં,
એક કલંકથી,બધું પળવારમાં સમી જશે.
મુદ્દા માલ નોકર-ચાકર રહ્યાં એમ ના એમ,
એક બીમારી,બધું પળવારમાં છીણી જશે.
લીધું હશે ક્યારેક જો હરિનું નામ,"હર્ષ"
તો દુઃખ દર્દ,બધું પળવારમાં હણી જશે.