એક એરપોર્ટ પર એક મારવાડી શેઠ પોતાની કોથળા જેવી મોટી લગડધગડ બેગ ઘસડીને પ્લેનના ચેક-ઇન કાઉન્ટર તરફ જવાનો પ્રયાસ કરતા હતા. પણ બિચારા
ભારે બેગને બે પાંચ ફૂટ ખસેડે એટલામાં તો હાંફી જતા હતા.
આ જોઇને એક સિક્યુરીટીવાળાએ શેઠને મદદ કરી.
ધક્કા મારીને બેગ કાઉન્ટર સુધી પહોંચાડી આપ્યા પછી એણે પૂછ્યું, 'શેઠ, તમે દર વખતે આવી ભારેખમ બેગ લઈને પ્રવાસ કરો છો ?'
શેઠ બોલ્યા, 'હા, પણ હવે હું ત્રાસી ગયો છું. હવે તો મારા ભાગીદારે રીતસરની ટિકિટ કઢાવવી જ પડશે !'