Gujarati Quote in Thought by Riddhi Patoliya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ તો એક સ્ત્રી જ હતી...

સરળ અને સહજ પ્રેમનો ભંડાર,
અતૂટ અને અખૂટ લાગણીઓની સ્વામીની,
વિશ્વાસ અને વિજયની પર્યાય,
સ્વયં સબળતાની પ્રતિમા,
કરુણા કેળવી સેવા કરતી,
અખંડ મૌનથી મનની વાતો કહેતી.....


અને અચાનક..!

આ વિશ્વ તેને પથ્થરની મૂર્તિ બનાવવા સફળ રહ્યું.
અમર્યાદ પ્રેમના સ્થાને પથ્થર ???

હે વિશ્વ 🙏
જો
સામર્થ્યનું સમ્માન નહીં થાય,
તો
માત્ર સજાવેલી મૂર્તિઓ કે પૂતળીઓ જ રહી જશે...

એની સાથે સ્નેહ નહીં થઇ શકે..!



સ્ત્રીને સ્ત્રી જ રહેવા દો🙏
એ મૂળ સ્વરૂપે જ દિવ્ય છે. 😌

Gujarati Thought by Riddhi Patoliya : 111458323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now