ઓચિંતુ જ ઘણીવાર ઘણા ને કહી દેવાનું મન થઈ જાય છે...
કે બસ કરો હવે આ ઢોંગ આ ધતિંગ....
આ શરાફતનુ મોહરુ જે તમે પહેર્યું છે...
એ દુનિયા થી અજાણ હશે પણ મારાથી નહીં...Bindu A.
ઓચિંતું જ ઘણીવાર બસ મન થઈ જાય છે...
શા માટે માણસો દુનિયા માટે અલગ અને
ઘર પરિવાર માટે અલગ વ્યક્તિત્વ ધરાવે છે
તમે જેવા છો તેવા જ રહોને...
શા માટે આ શરાફતનુ મોહરુ તમે પહેર્યું છે
ખરેખર ઓચિંતું જ ઘણીવાર ઘણાને કહી દેવાનું મન થઈ જાય છે..