અહી સ્ત્રી પુરુષના સ્વભાવની નિયતિની ગતિ બદલાઈ છે
તોય કહે લોકો, શરૂઆત છે આગળ જુઓ શું થાય છે?
કુદરતી આફતો, કોમી તોફાનો, મહામારી, શું બાકી છે?
તોય કહે લોકો, શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે?
બેકારી હિજરત સાથે વ્યવસાય ભણતરની રીત બદલાઈ છે,
તોય કહે લોકો, શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે?
દોરડે દીવા બળશે, પડીકે પાણી વેચાશે, પૂર્વે કોણે વિચાર્યું હતું?
ચાંદ પર ઘર બનાવીશ, માનવ કહે છે, આગળ જુઓ શું થાય છે?
#આગળ