મારા લલાટે શોભે જો તુ તીલક બની.
તો તારા કપાળે શોભુ હુ બીંદી બની.
પ્રેમ તારો એટલે કે જાણે શ્યામ સુંદર,
જેને પામી ને નાચે મન મારુ મીરા બની.
દવા જો અસર ન કરે તો પુકારજે મને,
ગમે ત્યા થી આવી જઈશ હુ દવા બની.
પ્રેમ નગર માં આવી ચડી છો તુ દીવાની,
અહી થી જશે તો જશે પ્રેમ દીવાની બની.
રૂપ, રંગ, પ્રેમ ને "લિખિયા" પ્રતી વફા તારી,
એ સર્વ ઉમેર્યુ તો અલૌકીક ગઝલ બની