ઝાડને આપે દીલાસો પાંદડી ;
તું ય લે ઝાલી પવનની આંગળી....
હું કહું છું તે તમે નહીં માનશો ;
પથ્થરો વ્રજવાટના પણ વાંસળી....
એકને બદલે બીજું દેવાય છે ;
ઝેર માંગ્યું સાપ દે છે કાંચળી....
સાવ સીધો ને સરળ એ છે ભલે ;
આંખ છે રાતી ને મૂછો વાંકળી....
આ કવિની શાહુકારી તો જુઓ ;
વાયરો માણી રહી છે પાંસળી....
એકવડ આશિક હો તો ઠીક છે ;
છે ગલીઓ પ્રેમની બહુ સાંકળી....
એ ભલે હાર્યો છે બાજી હાથથી ;
ચાલ' રશ્મિ' ની હતી બહુ ફાંકડી....
- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.
#પ્રેમ
#લાગણી
#સંવેદના
#આગળ