" ખુશનુમા સવાર...!! "
રાત્રિના ઘોર અંધકાર પછી
ઉગતા સૂરજના પહેલા કિરણથી
મારા જીવનને ઉજ્વળ બનાવતી
મારી સવાર....
પક્ષીઓના મીઠા કલરવ અને
મંદ મંદ ઠંડા પવન વચ્ચે...
ખુશનુમા બનતી મારી સવાર....
ફક્ત રાત્રિના ઘોર અંધકાર પછીની જ
એ સવાર નથી....
એ તો છે મારા હરેક દિવસને...
કંઇક નવીનતમ આપી યાદગાર બનાવતી
મારી સવાર....
જે મારા જીવનને પણ ખુશીઓથી ભરે છે
અને ઉજ્વળતાને પંથે લઇ જાય છે
મારી સવાર....
આજે કંઇક નવું કરવું છે
આજે કંઇક નવું અલગ જ લખવું છે
ની પ્રેરણા આપી જાય છે
મારી સવાર....
- જસ્મીન