"પાઘડી"
મોરબીની ઇઢોંણી ને ગોડળની ચાંચ,
જામનગરનો ઉંભો પુળો પાધડિયે રંગ પાંચ,
બારાડિની પાટલિયાળી એના બરડે ખુંપાવાળી,
ઝાલાવડની આટિયાંળી કાળી ટીલી વાળી,
ઓખાની પણ આટિયાંળી ભારે રુઆબ ભરેલી,
ધેરીને ગંભીર ધેડની જાતાં આંખ ઠરેલી,
શોરઠની તો સીધી સાદિ ગિરનું કુંડાળું,
ગોહિલવાડની લંબગોળ ને વળાંકી વધાળુ,
ડાબા કે જમણા પડખામાં એક જ સરખી આંટી,
કળા ભરેલી કાઠીયાવાડની શીર પલાંટી,
ભરવાડોનું ભોજપરું ને રાતે છેડે રબારી,
બત્તી જુનાગઢ બાબીઓની સિપાઇને સાફો,
ફકિરને લીલો ફટકો મુંજાવરને માફો,
વરણ કાંટિયે વેપારી કે વસવયાની જાતિ,
ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતી પાઘડિએ પરખાતી.....