Microfiction:
મિત્રો,
આપના પ્રતિભાવની અપેક્ષા સાથે પ્રથમ વાર પ્રસ્તુત કરી રહી છું.
સંસ્કાર
સોનલબેન:"અ...રે મૃણાલબેન,ખોટું ના લગાડશો, પણ પૂછ્યા વિના રહી શકતી નથી...વેવાણના દીકરાની જાનમાં આવ્યાં છો,ને આ તમારી સુરાહીદાર ગરદન અને નાજુક નમણાં હાથ સૂના કેમ...?
ક્યાં ગયો તમારો Antic નવલખી હાર...??
અને ક્યાં ગયાં તમારાં રજવાડી કંગન...???"
મૃણાલબેન:(થોડે દૂર ઊભેલી પુત્રવધૂ તરફ ઈશારો કરી) "એ રહ્યાં...સુરતથી મુંબઈ જાનમાં જવા માટે વહેલી સવારે નીકળ્યાં અને ઠેઠ અંધેરી આવ્યું ત્યારે અમારી રાજવી(પુત્રવધૂ)ને યાદ આવ્યું કે ઉતાવળમાં દાગીના પહેરવાનું તો ભૂલાઈ જ ગયું.
હવે આટલે દૂરથી ગાડી તો પાછી વળાય જ નહિ,એટલે મેં તે જ ક્ષણે મારો હાર અને કંગન ઉતારીને એને પહેરવા દઈ દીધાં...
સોનલબેન:"પણ રાજવી તો તમારી જોડે સરખી રીતે બોલતી પણ નથી,તેમ છતાં..."
મૃણાલબેન:"એે એના 'સંસ્કાર' છે,પણ મારી રાજવીનો આ અવસરે 'Mood Off' થઈ જાય તો મારા 'સંસ્કાર' લાજે...🌷