જો તું માને તો....
તારી સાથે જીવન જીવવાની શરૂઆત કરવી છે,
જો તું આવે મલકાતી તો...
તો તારાં સ્મિત નાં દરિયામાં ડૂબવાની શરૂઆત કરવી છે,
જો તું વરસે તો.....
તો તારાં પ્રેમ માં ભીંજાવાની શરૂઆત કરવી છે,
જો તું મળે ક્યારેક તો
તારી સાથે નાં પ્રણય ની રજુઆત કરવી છે,
જો તો સપના માં આવે તો પણ
"હું તારો જ છું"એવી કબૂલાત કરવી છે,
જો તું હજુ પણ મળે તો.......
તારી સાથે આખું આયખું વિતાવવા ની ઈચ્છા વ્યક્ત કરવી છે,
જો તું મને સાંભળે તો....
તારાં મન ની અદાલત માં મારાં ગુનાઓ ની કબૂલાત કરવી છે., !!!!!!
dr.priyanka gorasiya
#શરૂઆત