Gujarati Quote in Blog by Khushi Trivedi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા દરેક વિચારોના લેખને સારો સાથ આપો છો મારા આ વિચારને પણ બિરદાવશો આશા સાથે એક નવો લેખ

જીવનમાં જેટલી ઈજજત આપો ને એટલી જ સામે મળે છે.
એટલે જીવનમાં તમારાથી નાનાં હોય કે મોટા ઈજજત આપતાં શીખવું. એ કોઈ પણ સંબંધ હોય, ભાઈ બહેનનો હોય કે ભાભી-નણંદનો હોય દેરાણી-જેઠાણીનો હોય આમાં અમુક સંબંધમાં સારું માન જળવાઈ રહે છે પણ અમુક સંબંધને નકારી દેવામાં આવે છે, ખાસ કરીને ભાભી નણંદ ના સંબંધ ને બંન્ને પક્ષે એકબીજાની વાત ને સમજવી જોઈએ અને માન આપવું જોઈએ દરેક વાતની મીશાલ બનાવી એ આપણા હાથમાં છે મે સમાજમાં જોયું છે ભાભી એ સૌથી મોટો દુશ્મન લાગતો હોય અને કોઈ ભૂલ થાય તો વાંક તો ભાભી નો જ હોય અને માફી પણ એને જ માંગવાની કેમ કે એ તો ઘરની વહું છે અને કેહવામાં આવે કયાં વધારે નણંદ છે અને જો ભાભી ઉંમરમાં નાની હોય તો ગમે તેમ કંઈ પણ દેવામાં આવે છે અને કોઈમાં ગણના થતી નથી,પણ ભાભી પણ કોઈ ઘરની રાજકુમારી જ હોય છે. એ વાત યાદ રાખવી કે આપણે પણ કોઈ ની ભાભી બનવાના અથવા છીએ જેટલું માન 'માં' ને આપતા હોય એટલું જ ભાભીને આપવું ભાભી 'માં' ની જગ્યા તો ના લઈ શકે પણ 'માં' પછી પ્રેમ જરૂરથી આપી શકે અને ભાભીએ પણ નાની કે મોટી બહેન સમજી પ્રેમ આપવો જોઈએ, આ બધું ઘરના વડીલોએ શીખવવું પડે પક્ષપાત વિના તો જ સંબંધમાં મયૉદા જળવાઈ રહેશે આ ત્યારે જ શક્ય બને જયારે દિકરી ઘરના વહેવારમાં માથું ના મારે અને ઘરની વહુઓને સન્માન આપી આગળ રાખવામાં આવે,આવું થાય ને તો બધા ખુશહાલ જીવન જીવી શકે, અને દરેક સંબંધમાં મયૉદા પણ જળવાઈ રહે છે.

Gujarati Blog by Khushi Trivedi : 111457022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now