#શરૂઆત
એ દિવસ આજે પણ યાદ છે મને,
જ્યારે તને જોઈને મારા હૃદયમાં લાગણીઓ જાગી હતી.
એ ઉંમરમાં વિજાતીય આકર્ષણને સામાન્ય કહે છે લોકો,
પણ મારા હૃદયે એને પ્રેમની શરૂવાત માની હતી.
સમયની સાથે સાથે એ લાગણીઓ વધતી જ ગઈ એવી કે,
આખરે મારે પણ સ્વીકારવું પડ્યું, " હા, પ્રેમ છે તારાથી."
બસ આમને આમ પ્રેમની શરૂવાત તો થઈ ગઈ હતી સારી,
અને વગર કહ્યે તને મનમાં જ રહી જશે એવીય ક્યાં ખબર હતી.