એક અપૂર્ણ છતાં પૂર્ણ પ્રેમ...
તમે બે એકબીજાને અનહદ પ્રેમ કરો છો. બસ દુઃખ એ વાતનું છે કે તમારાં આ નિર્દોષ પ્રેમ ના રસ્તે જ્ઞાતિ જાતી નામનો એક મોટો પહાડ વચ્ચે આવી ઊભો છે. તમે બન્ને સવાર અને રાત જેવા છો.. બન્ને વગર દિવસ પૂરો થતો નથી અને બંને એકબીજાને કમનસીબે મળી પણ શકતા નથી...
ખેર... આ પહાડની બીકે શું સફર મૂકી દેવો??... ના... એવું ના કરી શકાય.. અને તમે તેવું કર્યું પણ નથી.. તમે બંનેએ એ નિર્ણય લીધો છે કે કરી શકાય ત્યાં સુધી, કરાય એટલો પ્રેમ કરી લેવો છે એકબીજાને..
જ્યારે પહાડ નો સામનો કરવાનો છે ત્યારે કરી લેશું... એકબીજાનો હાથ પકડી.. એકબીજાને સાથે રાખી... અને હંમેશા સાથે રહી... નથી નહીં તો મનથી.. બસ સાથે રહેવું છે.