Quotes by Aashka in Bitesapp read free

Aashka

Aashka

@jadejahitekshaba.509542


જીવન-એક લડાઈ..

જેમાં લડવા બેસો તો આરો ન આવે, આંખ થી આંખ દુનિયા આંધળી બનાવે...

જો વિનમ્રતા હોય સાથે, તો નથી જરૂર આ યુદ્ધમાં શસ્ત્રોનો...

સાથે હશે ઘણો ઘોંઘાટ પણ તારું માન છે પૂરતું, ઘોંઘાટ ને જીતી જવા માટે...

Read More

જ્યારે ઉગાડેલા છોડ પર ફૂલ આવે..

ત્યારે છોડને પુરાવો મળે પોતાની કોમળતા!!

વિતાવેલી તારી સાથે દરેક તડકા જેવી પળો, અને એના સ્મરણો છે કઈક છાયડાં જેવાં...

જો પથ્થર બોલી શકતા હોત...

તો એ કહેતો કે મને જમાડવાના બદલે કોઈ ગરીબને જમાડવા.

મારે નથી ઘીના દીવા ની જરૂર, કોઈ ગરીબ નું ઘર રોશન કર!!

મારે નથી રહેવું આવા કરોડોના મંદિરમાં, મારું અસ્તિત્વ પથ્થરમાં જ રહેવા દો!!

મારી પૂજા નથી કરતો ચાલશે, માણસાઈની પૂજા કરો, ભક્તિ કરો!!

Read More

જરા ભૂલા તો પડો અમારે સરનામે,
અમારી સાથે મેહફીલ માણી તો જુઓ,
ચાની ચુસ્કી સાથે મૂકી દેશું મનની વાત,
થોડી વાતો હું કરીશ, થોડી વાતો તમે કહેજો,
શબ્દો ઓછા હશે બોલવા,
પણ એમાં રહેલો ભાવ હશે અનંત,
કહીશ તમને તમે મળશો ત્યારે કે,
તમારા વગર શું હતાં અમારા હાલ...

Read More

એક અપૂર્ણ છતાં પૂર્ણ પ્રેમ...

તમે બે એકબીજાને અનહદ પ્રેમ કરો છો. બસ દુઃખ એ વાતનું છે કે તમારાં આ નિર્દોષ પ્રેમ ના રસ્તે જ્ઞાતિ જાતી નામનો એક મોટો પહાડ વચ્ચે આવી ઊભો છે. તમે બન્ને સવાર અને રાત જેવા છો.. બન્ને વગર દિવસ પૂરો થતો નથી અને બંને એકબીજાને કમનસીબે મળી પણ શકતા નથી...

ખેર... આ પહાડની બીકે શું સફર મૂકી દેવો??... ના... એવું ના કરી શકાય.. અને તમે તેવું કર્યું પણ નથી.. તમે બંનેએ એ નિર્ણય લીધો છે કે કરી શકાય ત્યાં સુધી, કરાય એટલો પ્રેમ કરી લેવો છે એકબીજાને..

જ્યારે પહાડ નો સામનો કરવાનો છે ત્યારે કરી લેશું... એકબીજાનો હાથ પકડી.. એકબીજાને સાથે રાખી... અને હંમેશા સાથે રહી... નથી નહીં તો મનથી.. બસ સાથે રહેવું છે.

Read More

પ્રભાવશાળી માણસ નવરો બેસે તો તેની કિંમત કોડીની પણ નથી.