કરવી છે શરૂઆત નવા જીવનની,
ભૂલીને ભ્રમિત ભૂતકાળને વટથી વધવું છે સોનેરી ભવિષ્યમાં...
કરવી છે શરૂઆત નવા જીવનની,
હસતા ચેહરે સમેટવી છે ખુશીઓ ઘણી મને આજે આ એક પળમાં...
કરવી છે શરૂઆત નવા જીવનની,
તન સંગ મનને સુંદર બનાવી નિખારવું છે વ્યક્તિત્વ મુજ ભીતરમાં...
કરવી છે શરૂઆત નવા જીવનની,
સાથે ચાલી પ્રકૃતિની સાથ મેળવવો છે કુદરતનો ટૂંકા આયખામાં...