ક્યારેય ફોન ન કરતી પત્ની અે ફોન કરીને વહેલા આવવા વિનંતી કરી
વિલાયતી શરાબ ના નશા મા ઘરે આવી દેશી પતિ એ ગુસ્સામાં બેફામ ગાળો આપી અને પારેવા શી ધૃજતી પત્ની ને મારપીટ કરી એક ધક્કો માર્યો .દર્દ થી ચીસો પાડતી પત્ની ના બે પગ વચ્ચે થી નીકળતા લોહી ના રેલા સાથે જ શરાબ ઉતરી ગઈ.
હોસ્પિટલના પલંગ પર સૂતેલી પત્ની નો હાથ પકડી બેઠેલા પતિ ની આંખ મા આંસુ ધસી આવ્યા
એક નવા જીવન ની શરૂઆત પહેલાં જ અંત આવી ગયો પણ મને એવું કેમ લાગે છે કે પથ્થર માંથી એક કૂંપળ ફૂટવાની શરૂઆત થઈ રહી છે!!
#શરૂઆત