હે ઈશ્વર શરૂઆત કરું છું સાથ તું રહેજે
હાર હોય કે જીત હોય સાથ તું આપજે
સુખમાં છકી જાઉં તો મન મારૂં વાળજે
ને દુઃખમાં હારી જાઉં તો તું સંભાળજે
ચાહે ભલે કોઈ રાહ હો તું ન સાથ છોડજે
સ્મરણ તારૂં સદા રહે મનમાં એ તું ભાળજે
મારી આ પ્રાર્થના સદા તું સાંભળજે
કોઈ પણ કાળે મારી સાથે તું રહેજે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#શરૂઆત