લાગણીઓની ચાદરમાં શબ્દોને વણિયા છે આશા છે તમને સૌને ગમશે.
મન થાય
મન મૂકી તારા પર વરસવાનું મન થાય,
ભીંજવી તને ખુદ ભીંજાવાનું મન થાય.
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય,
ને તારા જ સ્પર્શ થકી મહેકવાનું મન થાય.
તારા જ રંગે રંગાવાનું મન થાય,
ને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય.
તારા શ્વાસથી નામ લખવાનું મન થાય,
શરૂઆત કરેલા તારા પ્રેમને અંત સુધી નિભાવવાનું મન થાય.
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય,
ને માત્ર તારે કારણે જ મને જીવવાનું મન થાય
સોહમ બ્રહ્મભટ્ટ
#શરૂઆત