#શરૂઆત
વિદેશમાં વસવાની ઘેલછા રાખીને કહાનીના પતિએ તો વિદેશ તરફ પ્રયાણ કરી જ દીધું. પાછળ પાછળ કહાની અને બાળકોને પણ બોલાવી દીધા. શરૂઆત માં તો કહાનીને જરાય ન ગમતું પણ પતિ અને બાળકો આગળ એનું કંઈ ન ચાલ્યું. ગમે તેમ કરીને એણે વિદેશમાં ગમાડવું જ રહ્યું. ઘરની ચાર દિવાલોમાં બેસી રહેવાથી તો મન ગાંડુ થઈ જશે એમ વિચારીને તેણે નોકરી માટે અરજી કરવાનું ચાલુ કરી દીધું અને પહેલાં જ પ્રયત્નમાં એને નોકરી મળી પણ ગઈ. આમ, વિદેશમાં કહાનીના એક નવા અધ્યાયની શરૂઆત થઈ.