શબ્દોના દ્વંદ્વની આ માત્ર શરૂઆત છે,
હરેક પંક્તિમાં ભારતદેશની જ વાત છે.
ઝુંપડી અમારી ઝુંપડી જ રહી ગઈ હજુ,
આ આઝાદીની હજી એ જ મધરાત છે.
મૃતદેહ પડ્યા રહ્યા કફન વગર નોંધારા,
નેતાઓ માટે એ માત્ર મતની બારાત છે.
મનોજે વાત કરી જ્યાં દેશની સ્થિતિની,
કોઈએ પૂછ્યું તમારી કવિ કઈ વાત છે.
મનોજ સંતોકી માનસ
#શરૂઆત