લોકડાઉનમાં છૂટ મળતા શહેરની એક સોસાયટીમાં ખાલી પ્લોટમાં કન્સ્ટ્રકશનનું કામ શરૂ થયું. ગોધરા બાજુના મજૂરો એમનું કઈ ઠેકાણું ના હોય. જેથી જ્યાં કામ મળે ત્યાં જ એક મકાન સોરી આપણી ભાષામાં "ઝૂંપડું" બાંધી અને તેઓ ત્યાં રહે વળી કામ પૂરું થાય એટલે બીજે એમનું ઘર. જ્યાં સાઇટ હતી એની બરાબર બાજુમાં જ એક ખાલી પ્લોટ હતો. જેથી બિલ્ડરે પ્લોટના માલિકનો સંપર્ક સાધી વીંન્નતી કરી કે, આવી રીતે મારા માણસો ત્યાં રહેશે અને તમારો પ્લોટ "સાફ" પણ કરી આપશે. સામેવાળા સજ્જને હા પણ પાડી દીધી પણ આખી સોસાયટીના પુરુષોએ આ બાબત માથે ચઢાવી અને મજૂરોને અહીં રહેવા નહિ દઈએ એવી "ડિમાન્ડ" કરી. ૩૦ મિનિટ સુધી ચાલેલી આ બબાલમાં બિલ્ડરે હાથ જોડીને કહ્યું કે, આ લોકો બધું ચોખ્ખું જ રાખશે અને ક્યાં તમારા "મકાન"માં એમને રહેવું છે? જે બધું જ પંકજભાઈ પોતાના મોબાઈલમાં શૂટ કરી રહ્યા હતા. એવામાં એમના મોબાઈલમાં "શેર"ની નોટિફિકેશન આવે છે, થોડાં દિવસ પહેલા એમને સોશિયલ મીડિયા પર પરપ્રાંતીય મજૂરો પોતાના પગે / સાઈકલમાં કે રિક્ષામાં પોતાના વતન તરફ જઈ રહ્યા છે આવો વિડીઓ અપલોડ કરેલ હતો....
- યશ સોમૈયા ✍
આવાઝ