Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવ કંઇક મસ્ત શરૂઆત કરીએ
મને, તેને ગમે તેવો નવીન પ્રયાસ કરીએ

નિત્ય દી સુભાષિતો જ ટેક્સ કર્યા સ્પરસ્પર
હાલ, હવે સામસામે મૂખાભ્યાસ કરીએ

ઘણી કરી સેલફોનથી લાગણીની આપલે
હાલ, હવે સામસામે બેસી વ્હાલ કરીએ

ખાસ દિવસની ઉજવણીની ભાત બદલીએ
મને, તને ભેગા કરવાની કંઇક રીત કરીએ

પીઝા બર્ગર રેસ્ટોરન્ટ નો ત્યાગ કરીએ
હાલ, ફરી વન ભોજનની શરૂઆત કરીએ

લપસી જવાય છે લીસી લસ ફ્લોરિંગમાં
હાલ, ગૌ છાણ લીપણની દીવાલ કરીએ

પશ્ચિમી સંસ્કૃતિમાં આપણે પોતાને ભૂલ્યા છે
હાલ, ફરી એકવાર સ્વ-દેશીનો આગ્રહ કરીએ.

#શરૂઆત

Gujarati Poem by Ashvin Sutariya : 111456441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now