સંજું ની વાત......
બરાબર આજ વરસે એક દિવસ એવું બને છે કે બાપુની ટેવ મુજબ સાંજે જ કપાસમાં દવા છાંટવાનું ફરમાન આપે છે.
સંજય બીજા દિવસે સવારે વહેલા ઊઠી ને દવા છાંટવા પંપ લે છે અને દવા છાંટવાનું કામ કરે છે, બાપુ તેમનાં ટાઈમ ટેબલ મુજબ વાડીએ આવે છે અને સંજય ને દવા છાંટતા જોઈ એ બાજુ જાય છે . બાપુ ને આ બાજુ આવતા જોઈ તેના મનમાં ધ્રુજારી ઉત્પન્ન થવા લાગી હતી. બાપુ તેની પાસે આવી ને ગાળો બોલી બોલી ને દવા છાંટવાના પંપ ના હેન્ડલ થી એવો માર માર્યો કે સંજય લખવાના હાથે બહુ વાગી જાય છે. બીજે દિવસે શાળા માં સંજય લખી પણ શકતો નથી.
1 શું બાપુ નો આં નિર્ણય બરાબર હતો?
2. બાપુ અને સંજય ને માર્ગદર્શન આપો.