શરૂઆત સહેલી હશે તો જિંદગી અઘરી થશે.
શરૂઆત અઘરી હશે તો જિંદગી સહેલી થશે.
કોઈ પણ શરૂઆત જીવનમાં સરળ નથી હોતી,
હશો મક્કમ દિલોદિમાગ થી સફળ પહેલી થશે.
પ્રેમની શરૂઆત મીઠી અને ફૂલગુલાબી લાગે છે,
જાગો સમય સર તો પછી સવાર વહેલી થશે.
પોતાના હોય તેનાથી નારાજ કદી ના થતા તમે,
મનાવવાની શરૂઆત કોણ કરે તેની કદર થશે.
#શરૂઆત